ભાવનગરનાં નાગરિકે પરિવાર સાથે પોતાની માતાનો 101 મો જન્મદિવસ ઉજવી ત્રણ બહેનોને ભૂમિદાન કર્યું.
આ સમયમાં પરિવારોમાં જ્યારે પરિવાર ભાવના ઓછી થતી જાય છે. અત્યારે ઘરમાં વડીલો ફક્ત એક ફર્નિચરની જેમ ફક્ત શો પીસ બની રહેતા હોય છે. ત્યારે એનાથી વિપરીત ભાવનગરનાં નાગરિક વી.ડી.પટેલ દ્વારા મુંબઈ તેમજ સુરતથી પરિવાર સભ્યોને તેમજ સ્થાનિક મિત્રોને બોલાવી માતૃવંદનાનો સ્પેશિયલ કાર્યક્રમ કર્યો. જેમાં પોતાની માતા રળિયાતબેનનો 101મો જન્મદિવસ ઉજવી સમાજ અને શહેરને પરિવાર ભાવનાનો એક સુંદર સંદેશ આપ્યો હતો. સાથે-સાથે આ દિવસને સવિશેષ યાદગાર બનાવવા એમણે એમની ત્રણ બહેનોનાં પરિવાર સાથે બોલાવીને ભૂમિદાન કર્યું હતું.