કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત યુવાટીમ દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું…
હાલ થોડા દિવસ અગાઉ “તાઉ તે” વાવાઝોડા ને લઈને કેટલાય વિસ્તારમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. જ્યારે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ લોકોની મદદે આવી હતી. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે , મહેસાણા જિલ્લાના અમુક ટોચ ના ગામો કે જયાં ગીરના નેસડી વિસ્તાર ના પરિવાર ને સ્થળાંતર કર્યા છે એવા ગામમાં કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ લોકોની વ્હારે આવી છે. હાલ અનેક ગામડાઓમાં “તાઉ તે” વાવાઝોડા ને લઈને ભારે આફત આવી પડી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામે 30 થી 35 જેટલા ઘરો આવેલા છે અને મહેસાણા જિલ્લા માં પણ 25 જેટલા ઘરો આવેલા છે. જ્યારે આ ટીમ દ્વારા આ કપરા સમયે જરૂરિયાત મંદ લોકોને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વડીલો ના આશીર્વચન તેમજ દાતાશ્રીઓના સહયોગથી કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને વાવાઝોડા ગ્રસ્ત લોકોની મદદે આવ્યા હતા અને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 5 કિલો ઘઉં , 3 કિલો ચોખા , 3 કિલો બાજરી , 1 કિલો ગોળ , 1 કિલો મરચું , 2 કિલો ખાંડ , 5 મીણબત્તી નું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના ના સમયમાં સૌથી વધારે જરૂરી એવું હેન્ડવોશ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.