Jan Jagruti work

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ વર્ષ 2019/20 ની એવોર્ડ સેરેમની નું આયોજન થયું.

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ વર્ષ 2019/20 ની એવોર્ડ સેરેમની નું આયોજન થયું.

રોટરેક્ટ વર્ષ 2019/20 દરમિયાન કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમ નો સંપૂર્ણ અહેવાલ રજૂ કરી તેમજ આ બધા કાર્યક્રમો માં જેમણે જેમણે જવાબદારી નિભાવી તેવા પ્રોજેક્ટ ચેરમેનો, એક્ટિવ મેમ્બરો, તેમજ સંપૂર્ણ વર્ષ દરમિયાન કંઈ પણ રીતે મદદ રૂપ થનાર તમામ મેમ્બરો ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ નવા મેમ્બરો પણ ભવિષ્ય માં એવોર્ડ પ્રાપ્ત કરે તે માટે મોટીવેટ કરવામાં આવ્યા.

એવોર્ડ સેરેમની માં મુખ્ય બેસ્ટ રોટરેકટર તરીકે રો.મંથન કાકડીયા અને રો.વિભૂતિ સાવલિયા, બેસ્ટ પ્રોજેક્ટ ચેરમાં રો. વૈજુલ વિરાણી, રો. કેવલ પોંકિયા, રો. તન્વી માલવિયા, રો. જલ્પા બેલડિયા અને બેસ્ટ સપોર્ટિવ મેમ્બર તરીકે રો.અક્ષય ખેનીને એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો.

આ સમગ્ર સેરેમની માં ઘણા મહાનુભાવો તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટો ના હસ્તે મેમ્બરો ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમ વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રેસિડેન્ટ રો.નીતિન ધામેલિયા અને સેક્રેટરી રો.આશિષ પાંચાણી ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો.નિલેશ નવાપરા અને રો.રવિન ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *