Ngo News Surat news

કામરેજની વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી.

*કામરેજની વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી*

કામરેજ સ્થિત વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં નવરાત્રીના 4 દિવસ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી મહોત્સવમાં ધોરણ દીઠ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે શક્તિની આરાધના રૂપી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ માહિતી આપતા મેનેજિંગ ડિરેક્ટરશ્રી નરેશભાઈ લક્કડ એ જણાવ્યું હતું કે આ મહોત્સવમાં દરરોજના 2000 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ સહભાગી થાય છે. કુદરતી વાતાવરણ અને મનમોહક તળાવ કિનારે આવેલી આ શાળા નવરાત્રિમાં રોશનીથી ઝગમગ થઇને ઝળહળી ઉઠે છે. અહીં ગરબામાં દરરોજના 30 વિદ્યાર્થીઓ અને 4 વાલીઓને પ્રોત્સાહક સ્વરૂપે ઈનામ અપાય છે અને બાલમંદિરનાં તો દરેકે દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે સાથે શાળા દ્વારા દરેક હાજર લોકો ને અલ્પાહાર પણ કરાવવામાં આવે છે.

આ શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે દરેક તહેવારની આવી રીતે ધૂમધામપૂર્વક ઉજવણી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *