યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું વડીલયાત્રાનું આયોજન.
યુવા અવસ્થા થી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા અને જ્ઞાન સાથે ગમ્મ્ત થાય એ ઉમદા હેતુંથી 60 વડીલો ને સુરત ના અલગ અલગ તીર્થ સ્થાનો પર વિનામૂલ્યે યાત્રા કરાવવામાં આવી. સામાજિક અગ્રણી શ્રી પંકજભાઈ સિદ્ધપરા ના પિતાશ્રી સ્વ મૂળજીભાઈ સિદ્ધપરા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ વડીલ વંદના યાત્રા થઈ હતી.
સવારે 8:00 કલાકે શ્રીનિધિ રેસીડેન્સી સુદામાચોક મોટા વરાછા થી યાત્રા પ્રસ્થાન થઈ મહાપ્રભુજીની બેઠક, ત્રણ પાનનો વડ, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર થી ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે સંત કબીર આશ્રમ જમણવાર બાદ બપોર પછી ફાર્મહાઉસ સ્થિત વડીલો સાથે પારિવારિક સંવેદના કાર્યક્રમ અને સાંજે સાકરી સ્વામિનારાયણ મંદિર આરતી અને સત્સંગનો લાભ લઈ રાત્રે 9:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. સિદ્ધપરા પરીવાર ની વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અંકિત બુટાણી,રવિ કાપડિયા, ભાવેશ કાકડિયા,ભૌતિક બુટાણી, સુરેશ ગેવરિયા, વિશાલ પડસાળા, કિશોર સોજીત્રા ના સથવારે આ યાત્રાનું સફળ આયોજન કરાયું હતું.