Jan Jagruti work Ngo News Seva Social Work Surat news

સ્વ. હેતલ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને દ્વિતીય સર્વરોગ ફ્રી નિદાન કેમ્પમાં 700 મહિલાઓએ ભાગ લીધો.

સ્વ. હેતલબેન પંકજભાઈ સિદ્ધપરા ની દ્વિતીય પુણ્યતિથિ એ સ્વ. હેતલ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ ખાતે થયું હતું.

નિદાન જેટલું વહેલું, બચવું તેટલું સહેલું જાગૃતિ અંતર્ગત ગુજરાતનાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. નિકુંજ વિઠ્ઠલાણી દ્વારા મહિલાઓને કેન્સર વિશે વિશેષ માર્ગદર્શન અપાયું હતું અને ડો. અમીબેન પટેલ સાથે સુરતનાં નામાંકિત ડોક્ટરોએ ઉપસ્થિત રહીને તબીબી સેવા આપી હતી. સાથે આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો, રાજકીય મહાનુભાવો, સેવાકીય અને સામાજીક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યમાં 35 થી વધુ સામાજીક સંસ્થાઓ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો, બહેનોને રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે એવા રક્ષાસૂત્ર હેઠળ સેનીટરી પેડ, પેન્ટીલાઈનર, હર્બલ હેર રિમુવલ, મેન્સટ્રુઅલર એનર્જી ડ્રિન્ક, ટીસ્યુ પેપર પ્રોડક્ટનું ડિસ્પ્લે કરાયું હતું.

સુરત શહેરનાં નામાંકિત ડોક્ટરો દ્વારા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓનું નિદાન કરવામાં આવ્યું હતું સાથે આ કેમ્પમાં ભાગ લેનાર મહિલાઓ ને રાહતદરે રિપોર્ટિંગ તેમજ કેન્સર સ્ક્રીનિંગ રિપોર્ટ રાહતદરે થાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

એક મહિલાની દ્વિતીય પુણ્યતિથિ એ આવનારા સમયમાં વધુ મહિલાઓને તબીબી સારવાર મળી રહે એવા ઉમદા કાર્ય કરીને પંકજભાઈ સિદ્ધપરા દ્વારા સમાજ અને શહેરને એક ઉત્તમ પ્રકારની પ્રેરણા મળી રહે એવી સેવા પુરી પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *