સરદારધામ સંચાલિત યુવા સંગઠન બંધારણને મળી માન્યતા અને શરૂ કરાયું તેનું અમલીકરણ.
વિશ્વમાં ભારત યુવાનોના દેશ તરીકે ઓળખાય છે. ભારતની વસ્તીના 50 ટકા કરતાં વધુ વસ્તી 15 થી 30 વર્ષની વય ધરાવે છે. આ યુવાધન આવતી કાલના ઊજળા ભારતના નિમૉણ માટે પોતાની જવાબદારીઓ અદા કરવા તત્પર છે ત્યારે યુવાન શહેરનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો બંનેનો ઉદ્દેશ એક જ છે,તે છે આર્થિક સમૃિધ્ધિ અને કાયમી સધ્ધરતા. યુવાનોની આંખોના આ સપનાં પુરા કરવા માટે શિક્ષણ, વ્યાપાર- રોજગારનું પ્લેટફોર્મ પૂરું પાડનારી સંસ્થા છે સરદારધામ. સરદાર સાહેબના વિચારો પર ચાલતી આ સંસ્થા યુવાનોના સર્વાગી વિકાસ માટે કામગીરી કરવા સંકલ્પ બદ્ધ અને કટિબદ્ધ છે. સંસ્થાનાં આ વિચારોને સમાજનાં જન જન સુધી પહોંચાડવા યુવા સંગઠન કાર્યરત છે.
સરદારધામ સંચાલિત યુવા તેજ તેજસ્વીની સંગઠનની મીટિંગ તા.26 રવિવારના રોજ તેના મુખ્ય ભવન અમદાવાદ ખાતે મળી હતી. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ અને અમદાવાદમાંથી 50 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલ સભ્યો દ્વારા સર્વાનુમતે સરદારધામ યુવા સંગઠન હેઠળ યુવા તેજ તેજસ્વીની બંધારણને બહાલી અપાઈ હતી. આ સંગઠન યોગ્ય દિશામાં વિઝન -મિશન-ગોલ સાથે કાર્ય કરી શકે અને એનું ઝોન-જિલ્લા-તાલુકા વાઇઝ વધુ વિસ્તરણ થઈ શકે એ હેતુથી આ બંધારણ બનાવવામાં આવ્યું છે.
આ મિટિંગમાં સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયા દ્વારા યુવા સંગઠનના સભ્યોને ઉપયોગી થવા ભવનના ટ્રસ્ટી વિશ્રામ ગૃહમાં રાહત દરે રૂમની સગવડ, સંસ્થા દ્વારા સંચાલિત સ્કીલ ડેવલોપમેન્ટ કલાસીસમાં ફ્રી એન્ટ્રી, પ્રવાસમાં રાહત સંસ્થા તરફથી અપાશે. જેવી આકર્ષક જાહેરાતો કરવામાં આવી હતી. મિટિંગનું સમગ્ર આયોજન યુવા સંગઠનના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. યુવા સંગઠનના હોદ્દેદાર યુવા તેજ કન્વીનર અભિનભાઈ કળથીયા અને યુવા તેજસ્વીની કન્વીનર શર્મિલાબેન બાંભણીયાએ આ મિટિંગમાં હાજર રહીને સમગ્ર ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. આગામી મહિનામાં આ બંધારણના અસરકારક અમલીકરણ અને પરસ્પર આત્મીયતા કેળવાય એ હેતુથી યુવા સંગઠનના દરેક ઝોનના સભ્યોની ચિંતન શિબિર અમદાવાદ ખાતે યોજવામાં આવશે. જેમાં સંગઠનના જવાબદાર સભ્યો ભાગ લેશે.