Seva

યુવાસંસ્કૃતિચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 05/03/2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને સામાજિક સેવાભાવી અગ્રણી અને અરિહંત જવેલર્સ ના શ્રીપ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) ના સૌજન્ય થીઅલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,

યુવાસંસ્કૃતિચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 05/03/2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને સામાજિક સેવાભાવી અગ્રણી અને અરિહંત જવેલર્સ ના શ્રીપ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) ના સૌજન્ય થીઅલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,


યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય પ્રતાપભાઈ ચોડવડીયા જીરાવાળા દ્વારા આપવામાં આવેલ અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રા ને સવારે 08:00 કલાકે પટેલ સમાજ વાડી પુણાગામ થી શ્રીવિરજીભાઈ ચોડવડીયા એ પ્રસ્થાન કરાવી હતી.


યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી,વિપુલ નસિત, રવી કાપડિયા, ભાવેશ કાકડિયા, નરેન્દ્ર રામાણી, મેહુલ રાબડિયા,ના સથવારે યાત્રા મહાપ્રભુજી બેઠક, ત્રણ પાન વડ, રુસ્તમ બાગ મંદિર થી ગળતેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરીને બપોરે સંત કબીર આશ્રમ માં જમણવાર બાદ વડીલો સાથે જ્ઞાન સાથે ગમ્મત અને મોટીવેશન સેમિનાર નું આયોજન કરીને સાંજે સાકરી મંદિર ના આરતી દર્શન નો લાભ લઈ જમણવાર કરીને સાંજે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી,


યાત્રા દરમ્યાન મોટીવેશન સેમિનાર માં સુરત કરંજ ના પૂર્વ ધારાસભ્ય શ્રી અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભા.જ,પા. શ્રીજનકભાઈ બગદાણા વાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા,
અને સંગીતાબેન પ્રતાપભાઈ ચોડવડિયા દીકરી મૈત્રી અને જાનવી તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા ના ધર્મપત્ની જયશ્રીબેન ભાલાળા પણ ઉપસ્થિત રહ્યા હતા,


દાતાશ્રી પ્રતાપભાઈ ચોડવડિયા જીરાવાળા ની વડીલો પ્રત્યે ની સેવા ભાવના ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન અને વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા,
યુવા સંસ્કૃતિ પરિવાર સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *