Educational help Jan Jagruti work Seva

અધેવાડા ગામનું સુરત ખાતે 17મું સ્નેહમિલન યોજાયું.

*અધેવાડા ગામનું સુરત ખાતે 17મું સ્નેહમિલન યોજાયું*

અધેવાડા એટલે સંત શિરોમણી બજરંગદાસ બાપાનું જન્મસ્થળ. ભાવનગરની બાજુનાં આ ગામમાંથી 800 સભ્યો સુરત ખાતે રહે છે. અધેવાડા એકતા ગ્રુપ-સુરત છેલ્લા 19 વર્ષથી સક્રિય છે. આ ગામ દ્વારા અનેક સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ગામની બહેનો દ્વારા દર પૂનમે ભજન મંડળ ચાલે છે. જેમાં ભજન સત્સંગ ધાર્મિક કાર્યોની સાથે યાત્રાનું પણ આયોજન થાય છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાકાળને લીધે તેનું સ્નેહમિલન શક્ય બન્યું નહોતું. જેથી આ વર્ષે શ્રી માધવાનંદ આશ્રમ ખાતે તેના 17 મા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. સાથે -સાથે રમતગમત અને સંગીત ખુરશીનું પણ આયોજન કરાયું હતું. વિજેતાઓને ઈનામ આપીને નવાજયા હતા. ધોરણ 1 થી 10 વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. તેમજ અન્ય તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી ચોપડા વિતરણનું આયોજન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *