સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની જે જગ્યાએ હત્યા થઈ તે જગ્યા પાસોદરામાં રોમિયા અલગ જ ત્રાસથી પરિણીતાએ અગ્નિસ્નાન કરી પણ કરી લીધું હતું. જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ માં લઇ જવામાં આવી હતી. અને ત્યારબાદ 8 દિવસની સારવાર પછી પરિણીતાએ પોતાનાં અંતિમ લીધા હતા. જેનાથી તેના પરીવાર ના લોકો હજૂ પણ ગમ માં ડૂબેલા છે. આ ચોંકાવનારી ઘટના પછી પોલિસ એ આગળ ની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અને આગળ વાત કરીએ તો આવી બે ત્રણ ઘટનાઓને કારણે આખા સુરતમાં અત્યારે ગંભીરતા નો માહોલ બની ગયો છે. આ ઘટના પર તમને વિશ્વાસ નહીં, પરંતું આ એકદમ સત્ય ઘટના છે. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા પાસોદરામાં રોમિયોના ટેલિફોનિક ત્રાસથી પરિણીતાએ કેરોસીન છાંટી પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું. ત્યારબાદ તેમનું 8 દિવસ સુધી હોસ્પીટલ માં સારવાર કરવામાં આવી હતી અને તેને છેલ્લે હોસ્પીટલ માં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ મહીલા ના મોતના સમાચાર સાંભળતાં જ પરીવાર શોક માં ડૂબી ગયો છે.
તમને જણાવી દઈએ કે લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન ઉપર વાત કરવા વારવાર દબાણ કરતો હોવાનું અને ગંદી ગાળો આપતો હોવાના ઓડિયો ક્લીપ પણ પોલિસ સામે આવ્યા છે. અને અત્યારે પોલિસ એ આગળ ની કાર્યવાહી પણ કરી રહ્યા છે. તેમના પરિવારે આગળ કહ્યું હતું કે, અમને ન્યાય મળવો જોઈએ, સમાજમાં દીકરીઓને બચાવવા કડક નિયમો બનાવવામાં આવે અને કડક કાર્યવાહી પણ કરવી જોઈએ.
મૃત્યુ પામેલી ધારાનો ભાઈ હાર્દિક નાકરાણીએ કહ્યુ હતુ કે, ઘટના લગભગ 12 ફેબ્રુઆરી આજુ બાજુંની છે. ઇ સમયે બહેનનો પરિવાર કામ માં હતો. પાડોશીઓએ એમને કહ્યું કે, તમારા ઘરમાં આગ લાગી છે. દોડીને આવતાં અને જોયું તો ધારા એ કેરોસીન પોતાનાં શરીર પર છાંટી સળગતિ હતી. ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને તાયરવડ ધારાનું 20 ફેબ્રુઆરીના રોજ એટલે કે રવિવારે બપોરે મોત થઈ ગયું હતું. અને મહત્વની વાત તો એ છે કે ધારા માં લગ્ન ને માત્ર અઢી વર્ષ જ થયા હતા.
તેમના પિતા રોહિત મનસુખભાઇ રાદડિયાએ કહ્યું હતું કે, પત્નીને જયદીપ સરવૈયા નામનો એક યુવક તેને ફોન કરીને વારંવાર હેરાન કર્યો હતો. પત્નીના ફોનમાંથી જયદીપની હેરાનગતિ કરતો હોય અને અલગ અલગ રેકોર્ડિંગ સામે આવ્યા છે. તે એવું કહેતો કે બસ તું મારી સાથે વાત કર, અને તે ફોન કરીને ગંદી ગાળો પણ આપતો હતો. સારવાર સમયે ધારાએ પણ પોતાના અંતિમ નિવેદનમાં બધી જ સાચી વાતો કહી દીધી હતી. કામરેજ પોલીસ અત્યારે આગળ ની કાર્યવાહી કરી રહી છે. અને દરેક લોકો તેમને ન્યાય મળે તેવી માગ કરી રહ્યાં છે.