Jan Jagruti work Seva Social Work Surat news

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા ઉમરપાડા ખાતે 500 બાળકોને સ્ટેશનરી સાથે વસ્ત્રોનું કરાયું વિતરણ.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા ઉમરપાડા ખાતે 500 બાળકોને સ્ટેશનરી સાથે વસ્ત્રોનું કરાયું વિતરણ

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતું ટ્રસ્ટ છે, સ્વ. નાગજીભાઈ મકોડભાઈ અણધણની તિથિ નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં 500 બાળકોને નોટબુક, બોલપેન, બિસ્કિટ, ચોકલેટ સાથે બાળકીઓ ને કુર્તીનાં વિતરણ સાથે નવું વર્ષ 2022 નું વેલકમ કરવામાં આવ્યું હતું, આ બાળકોને બપોરે અને સાંજે ભોજન સાથે બેક ટુ બચપન કાર્યક્રમ અંતર્ગત જંગલમાં બાળરમતો રમાડી હતી પૈડા ફેરવવા, ભમરડો, દોરડા કુદ, લખોટી, કોથળાકુદ, લીંબુ ચમચી, નારગોળ જેવી અનેક બાળરમતો સાથે બાળપણને જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરાયો હતો સાથે એરોબિક પણ કરાવ્યું હતું. આમ આંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોના જીવનમાં સંસ્થા દ્વારા મુસ્કાન લાવવાનો પ્રયાસ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *