ડૉ. પ્રવીણભાઈ તિગડિયા જી ના સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વિની, રાષ્ટ્રીય મહિલા પરિષદ સુરત દ્વારા બીજા દિવસે ૩૦૦ દીકરી ઓ ને ધ કેરળ સ્ટોરી વિના મૂલ્યે સફળ દેખાડવાનું આયોજન કર્યું.
આ પ્રસંગે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રાંત મહામંત્રી શ્રી હસમુખ ભાઈ રૈયાણી, પ્રાંત ઇન્ડિયા હેલ્થ લાઇન અઘ્યક્ષ ડૉ. પૂર્વેશ ઢાકેચા, સુરત મહાનગર રાષ્ટ્રિય બજરંગ દળ મંત્રી શ્રી દિનેશ ભાઈ માંગુકિયા, વરાછા જિલ્લા મંત્રી શ્રી હિમ્મત ભાઈ માવાણી, પ્રાંત IHL ઉપાઘ્યક્ષ શ્રી રવિન ભાઈ કરિયાવરા, રાષ્ટ્રીય છાત્ર પરિષદ શ્રી મિત બલર, ઓજસ્વિની અને રાષ્ટ્રીય મહિલા પરિષદ ના એડવોકેટ શ્રી જલ્પા રૂપારેલિયા અને યોગા નિષ્ણાત પારસબેન વાઘાણી ઉપસ્થિત રહી માહિતી આપી.
‘ધ કેરલા સ્ટોરી’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાથે ફિલ્મ નિર્માતા સુદીપ્તો સેન અને ક્રિએટિવ ડાયરેક્ટર વિપુલ શાહે એક એવી વાર્તા કહેવાનો પ્રયાસ કર્યો છે જે તમારા મનમાં ઉંડા સુધી ઉતરશે. આ ફિલ્મમાં યોગિતા બિહાની સાથે અદા શર્મા, સોનિયા બેલાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
‘ધ કેરળ સ્ટોરી’ની કહાણી
કહાણીની શરૂઆત થાય છે, તપાસ અધિકારીઓથી ઘેરાયેલી ફાતિમા ઉર્ફે શાલિના ઉન્નીકૃષ્ણનથી, (અદા શર્મા) જે પોતાની પીડા ઠાલવતા કહે છે કે ‘મેં ISIS કેમ જોઈન કર્યું તે પહેલા એ જાણવું જરૂરી છે કે, કેમ અને કેવી રીતે જોઈન કર્યું’. બાદમાં શરૂ થાય છે, બેંક સ્ટોરી જ્યાં ચાર વિદ્યાર્થિનીઓ કેરળના કાસરગોડની એક નર્સિંગ સ્કૂલમાં એડમિશન લે છે, જેમાં શાલિની પોતાની રૂમમેટ્સ ગીતાંજલિ (સિદ્ધિ ઈદનાની), નિમાહ (યોગિતા બિહાની) અને આસિફા (સોનિયા બલાની) સાથે રૂમ શેર કરતાં ગાઢ મિત્ર બની જાય છે. શાલિની, ગીતાંજલિ અને નિમાહ આસિફાના પાપ ઇરાદાઓથી સંપૂર્ણપણે અજાણ છે.