Jan Jagruti work Surat news

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય અને છાત્ર પરિષદ ની રામનવમીની ભવ્ય શોભા યાત્રા તેમજ જન્મોત્સવ નું ભવ્ય આયોજન કરાવમાં આવ્યુ હતું.

જય શ્રી રામ સાથે જણાવવાનું કે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુવ પરિવાર અને આપણા સૌના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ ની જન્મ જયંતી ( પ્રગટ્યા દિન ) એટલે કે તારીખ 30 3 – 2023 ના રોજ તિથિ પ્રમાણે ચૈત્ર સુદ નવમી ના દિવસે સુરત માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયાજી દ્વારા સ્થાપિત આ સંગઠન દ્વારા વર્ષોની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા અને જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલું.

જે શોભાયાત્રા વર્ષા સોસાયટી થી શરૂવાત થય માતાવાડી અને ત્યારબાદ તે ઈશ્વર કૃપા સીતાનગર નાલંદા સ્કૂલ કારગીલ ચોક યોગીચોક નાના વરાછા ઢાળ સીમાડા નાકા લજામણી ચોક સુદામા ચોક વીઆઈપી સર્કલ અમરોલી ઉતરાયણ થી ખરી ફળ્યું રોકડીયા હનુમાન મોટા વરાછા ગામ સમાપ્ત થઈ.

જેમા નાના બાળકો ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા માતા, હનુમાન દાદા, અને વાનર સેના ની વેશ ભુષા કરી અને અખંડ ભારત ના ધ્વજ જોવા મળ્યો. શોાયાત્રા ના સમાપન ભવ્ય આરતી સાથે રામ જન્મોત્સવની ઉજવણી અને સર્વો ને પ્રસાદ ભોજન કરી હિન્દુત્વ નો પુરા વિશ્વના કલ્યાણ માટેનો આ સંદેશો પણ પાઠવવામાં આવ્યો.

અત્રે ઉલલેખનીય છે કે ગુજરાત માં સૌથી વધુ રામ જન્મોત્સવ ના પ્રોગ્રામ આપનારું એક માત્ર સંગઠન બની ગયું છે. આ યાત્રા માં વિવિધ સોસાયટી, મંડળો, રાજકિય આગેવાનો સૌ હિન્દુ બંધુ ઓ જોડાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *