Jan Jagruti work Social Work

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયું.

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયું

આજ તારીખ 11-04-2021ને રવિવારે નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં હાલ 25 બેડ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.


આ આઇસોલેશન વોર્ડ ને રવિવારે સવારે 10:00કલાકે સમાજ અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળા, મહેશભાઈ સવાણી, pi ગુર્જર સાહેબ ની હાજરી માં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જે દર્દીને ડોક્ટર દ્વારા ઘરે હોમ આઇસોલેટ થવાની સલાહ આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા એવા દર્દીઓને આ આઇશોલેશન વોર્ડમા પ્રવેશ મેળવી શકશે.

આ આઇશોલેશન વોર્ડ માં દર્દીની તપાસ માટે 3 ટાઈમ ડોક્ટર વિઝીટ કરશે અને દવા પણ પુરી પાડવામાં આવશે સાથે સાથે સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ પૂરું પાડવામાં આવશે.

આ તમામ સુવિધાઓ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દર્દીઓને વિના મુલ્યે સેવા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *