Social Work

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કોવીડ-આઇસોલેશન ને આજ સેવા યજ્ઞ.

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કોવીડ-આઇસોલેશન ને આજ સેવા યજ્ઞ ના 14 માં દિવસે વધુ 1 દર્દી ટોટલ (38) સાજા થઈને ઘરે ગયાનો આનંદ શ્રીમધુભાઈ બચુભાઈ માંગુકિયા
ઉંમર વર્ષ 70 જેઓ 6 દિવસ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આઇસોલેશન વોર્ડ માં સારવાર લઈને આજે હર્ષ ભેર પોતાના ઘરે જતા જતા એટલું કહીને ગયા કે અહીં નો આનંદ ઘરથી પણ વિશેષ હતો,

દવા તો ઠીક છે પરંતુ આ વાતાવરણના કારણે જ મને મારી તંદુરસ્તી પાછી મળી છે એનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે તેમ જ આ સંસ્થાના યુવાનોની કામગીરી અને પોતાની સેવાભાવના ને ખૂબ જ સારા શબ્દોમાં આશીર્વાદ રૂપી શબ્દોમાં દાદા એ બિરદાવી હતી,

પ્રમુખશ્રી અંકિત બુટાણી સાથે વાત કરતા દાદાએ જણાવ્યું હતું કે જ્યારે મને કોરોના થયો ત્યારે મારો ઓક્સિજન લેવલ 70 હતું તેમજ કોરોના પણ ૪૦ ટકા જેટલો હતો એટલે મને અંદરથી પણ ડર હતો કે મારા આ ઉંમરે સાજા થવું ખૂબ જ અઘરું હતું,

પરંતુ અહીંનું વાતાવરણ અને આ સૌ યુવાનોની સેવાની કામગીરીથી હું ખૂબ જ ગદગદિત થયો હતો અને મને મારું મન પ્રભાવિત થયું હતું જેના કારણેજ હું ખૂબ જ ઝડપથી સાજો થયો છું

આ અમારા માટે ખુબ મોટા આશીર્વાદ છે, 🙏🙏🙏

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *