સારથી મેડિકલ & એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્મશાનભૂમિમાં લાકડાનું યોગદાન અપાયું.
કોરોનાની મહામારીમાં જ્યારે લોકોનાં અત્યંત મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે ઘણું દુઃખ અનુભવાય છે પણ આવેલી આપત્તિ સામે લડવું અને બચવું એના માટે માનવી સતત પ્રયત્નશીલ છે ત્યારે કેટલીક ઘટનાઓ માનવીના જીવનને હચમચાવી નાખે છે ત્યારે શહેરનાં કેટલાક સ્મશાનગૃહોમાં ઇલેક્ટ્રિક અને ગેસ સગડીઓના માધ્યમથી ચાલતી ભઠ્ઠીઓ પણ ટેકનિકલી કે પછી સતત મૃતદેહો આવવાથી જ્યારે ચીમનીઓ પણ ઓગળી જાય છે ત્યારે અગ્નિદાહ માટે હિન્દુ સંસ્કૃતિ મુજબ લાકડા થી અગ્નિદાહ કરવામાં આવે છે અત્યારે સુરત શહેરનાં કેટલાક સ્મશાનોમાં લાકડાની જરૂરિયાતો ઉભી થઇ છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં સારથી હોસ્પિટલ નામથી ચાલતી હોસ્પિટલમાં કાર્યરત ડોકટર ટીમ દ્વારા લાકડાનું યોગદાન અપાયું છે ડોક્ટર રમેશ નકુમ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ જ્યારે લોકો અનેક પ્રકારે યોગદાન આપી રહ્યા છે જ્યારે જે વધુ જરૂરિયાત ગણાય ત્યારે ઉત્તમ પ્રકારની વસ્તુનું દાન થાય તો તેની જરૂરિયાત સંતોષાય એવા હેતુથી આ લાકડાનું દાન કરાયું છે.