યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના યુવાનો એ કરાવી વડીલો ને તીર્થ યાત્રા.
#યુવા_સંસ્કૃતિ_ચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 01/05/2022 ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું,
યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંસ્થા ના સૌ યુવાનો એ વડીલો અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રા ને સવારે 07:30 કલાકે મોટાવરાછા સ્વામિનારાયણ મંદિર થી શ્રી સત્સંગ સાગર સ્વામી એ યાત્રા પ્રસ્થાન કરાવી હતી.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી,વિપુલ નસીત,હિતેશ વેકરીયા, કેનીલ લીંબાણી, શિવમ જીવાણી, રણછોડભાઈ ડોબરીયા,નિમેષ રામાણી, મયુર કોંરાટ ના સથવારે યાત્રા સવારે સ્વામિનારાયણ મંદિર મોટાવરાછા થી મહાપ્રભુજીની બેઠક, ત્રણ પાનનો વડ, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર થી ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે સંત કબીર આશ્રમ દર્શન કરીને જમણવાર બાદ બપોર પછી વડીલો સાથે પારિવારિક સંવેદના ગોષ્ઠિ, મોટીવેશન કાર્યક્રમ માં સમાજ અગ્રણી શ્રી કાળુભાઈ શેલડીયા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સમાજ અગ્રણી શ્રી વાઘજીભાઈ છભાડીયા અને રમેશભાઈ સુહાગીયા ઝીંઝુડા વાળા, પણ ઉપસ્થિત રહ્યા હતા,
ત્યાર બાદ સ્વામિનારાયણ મંદિર ની આરતી મહાપ્રસાદ અને સત્સંગનો લાભ લઇ રાત્રે 09:30 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી,
સંસ્થા દ્વારા કોઈ દાતાશ્રી હોઈ કે ના હોઈ મહિને 1 યાત્રા યુવાનો દ્વારા કરીને વડીલ સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે,
તેમજ એનીવર્સરી, તિથિ કે કોઈપણ કાર્ય સંદર્ભે ઘણી વખત દાતાશ્રી દ્વારા સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય પણ આપવામાં આવતું હોઈ છે,
યુવા સંસ્કૃતિ પરિવાર ની વડીલો પ્રત્યે ની સેવા ભાવના અને દરેક યુવાનો ના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા,