સુરત શહેરમાં સૌ પ્રથમ શરૂ થયેલ આઈસોલેશન વોર્ડ અન્ય સેન્ટરો માટે રોલમોડલ બની રહ્યું છે.
રંગ છે ધરા સુરતની જ્યાં માનવી બીજા માનવો માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. સૌપ્રથમ જ્યાં એક એવા યજ્ઞની શરૂઆત થઇ જ્યાં સૂક્ષ્મરૂપી છુપાયેલ કોરોનાનાં વાયરસની સામે પિલાતા દર્દીઓ માટે સુરત શહેરનાં નાના વરાછા વિસ્તારમાં પ્રથમ આઈસોલેશન સેન્ટર શરૂઆત કરી દિવસ રાત 24 કલાક નગરસેવક મહેશભાઈ અણઘણ સાથે મિત્ર અંકિતભાઈ બુટાણી (યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા શરૂ કરવામાં આવેલ વોર્ડમાં શરૂઆત થી લઈ આજસુધી 270 થી વધારે દર્દીઓ એડમિટ થઈ ચૂક્યા છે. સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં સહયોગથી શરૂ થયેલ આ આઈસોલેશન સેન્ટરથી 73 દર્દીઓ સાજા થઈ હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી નમ આંખે ઘરે જવા નીક્ળ્યા ત્યારે આ સંચાલકોને આશિર્વાદ સાથે આભાર વ્યક્ત કર્યો. એટલું જ નહીં અહીંથી સાજા થયેલા દર્દીઓ ઘરે જાય ત્યારે વૃક્ષોનાં છોડ આપીને એવો મેસેજ અપાય છે કે આવનાર સમયમાં ઓક્ઝિજનની અછત ના સર્જાય. સાથે સાથે ડિસ્ચાર્જ થતા બહેનોને જ્યુસ મશીનની ભેટ આપવામાં આવે છે. અહીં એવી પણ ઘટના બની છે જેમાં દર્દીનું ઓક્સીજન લેવલ 35 હોય તો પણ તડપતા માનવીને જોઈ બહુ મોટી જવાબદારી સાથે જ્યારે સરકારી હોસ્પિટલનાં દરવાજા બંધ હોય ત્યારે આવા સિરિયસ દર્દીને આ આઈસોલેશન વોર્ડમાં આશરો આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અહીં કોઈપણ ભેદભાવ વગર તમામ પ્રકારની વ્યવસ્થા વિનામુલ્યે અપાય છે. દવા, નાસ્તો, ભોજન, ઓક્ઝિજન, યોગ, એરોબિક્સ, ગરબા તેમજ મનોરંજન જેવી પ્રવૃત્તિઓ કરીને દર્દીઓનો આત્મવિશ્વાસ વધે એવા કાર્યો કરીને તેમને સાજા કરવામાં આવે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાંથી આવતા દર્દીઓને તાત્કાલિક સારવાર અપાય છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા આવતા દર્દીઓને પણ અહીં સ્વીકારવામાં આવે છે, આ સેન્ટરની સુરત શહેરનાં નામાંકિત ડોક્ટરો તેમજ BBC ન્યૂઝ, પ્રેસમીડિયા, સોશિયલ મિડિયા જેવા અનેક પ્રસાર માધ્યમો એ નોંધ લીધી છે. શહેર અને સમાજનાં સામાજીક કાર્ય કરતા ભાવેશભાઈ રફાળીયા દ્વારા આ વોર્ડમાં દવાઓ મૂંઝવતા કોઈ પ્રશ્નો કે પછી કોઈપણ પ્રકારની સહાય માટે તત્પર રહ્યા છે. આ વોર્ડમાં કાર્યરત તમામ સેવાનાં સૈનિકો ને સો સો સલામ છે. ડો ભાવિનભાઈ વાછાણી, ડો. પ્રતિકભાઈ સાવજ, ડો. શૈલેષભાઈ ભાયાણી, ડો. પુર્વેશભાઈ ઢાંકેચા,ડો. ગૌતમ સિહોરા, ડો.વિજયભાઈ બુટાણી, ડો. મુકેશભાઈ પડસાળા, અને દિપાલી કિકાણી નામની MBBS નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આ દીકરી સમાજ અને શહેરનું ગૌરવ વધારીને છેલ્લા 25 દિવસથી આ આઈસોલેશન વોર્ડમાં સેવા બજાવી રહી છે. દિવસ રાત સેવા કરતા ડોક્ટરો, સ્વયં સેવકોની સેવા જોતા એવું લાગે છે કે અહીં લોકોની હિંમતથી કોરોના હારશે.