કોરોના મહામારીએ શહેરની બ્લડ બેંકોનું બ્લડ બેલેન્સ ખોરવી દીધું છે જેથી શહેરમાં રક્તદાન કેન્દ્રોમાં રક્તની અછત સર્જાય રહી છે અને આગામી તહેવારોના દિવસોમાં રક્તની અછત સર્જવવાની આશંકાઓ તીવ્ર બની રહી છે ત્યારે શહેરની કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સોસાયટીઓ મદદ માટે આગળ આવી રહી છે એના ભાગરૂપે તા. 25/10/2020, રવિવારનાં રોજ પાસોદરા ખાતે સુરભી પરિવાર દ્વારા સુરભી રોયલ ટાઉન ખાતે રક્તદાન શિબિર યોજાય હતી જેમાં 63 બોટલ રક્ત એકઠું કરાયું હતું, આ કાર્યક્રમનું સફળ આયોજન જીતુભાઈ બલર ની સાથે વિજયભાઈ ઘંટાળા, વિપુલભાઈ વધાસીયા અને મનસુખભાઈ કથીરીયાનાં સહકારથી થયું હતું.


