Jan Jagruti work

સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા.

સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા

જેમણે હમણાં એક અનોખી અલગ સ્પેશિયલ ટુર કરી છે એવા સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ દુર્લભભાઈ જાદવાણી (સર્વમ ક્રિએશન) એ 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા છે ત્યારે વિશેષ વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે સેવાકીય કાર્યમાં સક્રિય અને પ્રવૃત મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટનાં તેઓ ટ્રસ્ટી છે અને એમણે જોયું કે લોકડાઉનમાં 82 દિવસ સુધી દિવસ રાત જોયા વગર આ સ્વયંસેવક સભ્યોએ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના 6000 થી 6500 જરૂરમંદ સભ્યોને ભોજન પૂરું પડાયું હતું ત્યારે આ સભ્યોનો થાક ઉતારવાનો પ્રયત્ન કરવા અને એમની સેવાને પ્રોત્સાહન આપવા પોતાના ખર્ચે આ સભ્યોને પાંચ દિવસ માટે ગોવા લઈ ગયા હતા, ઘનશ્યામભાઈ ધારેત તો ફક્ત આર્થિક યોગદાન આપી શકેત પરંતુ એમણે આર્થિક સાથે સ્વયંસેવકોને કોઈ જાતની તકલીફ ના થાય એ હેતુથી જાતે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ ગોધાણી સાથે આ ટુરમાં જઈ સ્વયંસેવકોની જમવા, રહેવા અને ફરવાની સગવડતા બાબતે દરેક નાનીમાં નાની બાબતોમાં ઝીણવટપૂર્વક ધ્યાન આપી ગોવા કાયમી રીતે જીવનનું એક સંભારણું બની જાય એ રીતે વ્યક્તિગત કાળજી લઈ કોરોના વોરિયર્સની ટુરને યાદગાર બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *