ઉત્રાણ વિસ્તારમાં સિલ્વર મેક્સિમા સોસાયટી દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ
કોરોના વાઈરસે લોકોની જીવનશૈલી બદલી નાંખી છે. લોકડાઉનમાં અનેક લોકોને આર્થિક ફટકો પડ્યો છે સાથે મહાનગરોમાં બ્લડ બેંકની સ્થિતિ પણ સૌથી કફોડી બની ગઈ છે, સુરતમાં ધાર્મિક મેળાવડા, કંપનીઓ કે સામાજીક કાર્યક્રમોમાં રક્તદાન કેમ્પ થતા હતા અને લોહીનો પુરતો પુરવઠો મળી રહેતો હતો પરંતુ લોકડાઉન પછી કોઈ મોટા આયોજનો થઈ શક્યા નથી, જેના લીધે સુરતની વિવિધ બ્લડબેંકોમાં લોહીની અછત ઉભી થઈ છે. લોહીની આવક ભલે ઘટી ગઈ હોય, પરંતુ થેલેસેમિયા સહિતના અનેક રોગમાં દર્દીઓની લોહીની રોજિંદી જરૂરિયાત પડી રહી છે. સુરતની બ્લડ બેંકોમાં સામાન્ય સંજોગોમાં રોજની જેટલી બોટલો એકત્રિત થતી હતી એની હાલ માંડ 20% બોટલ લોહી જ એકત્રિત થાય છે ત્યારે પોતાની ફરજ સમજી અમુક જાગૃત સોસાયટીઓ તેમજ જાગૃત નાગરિકો આગળ આવ્યા છે જેમા ઉત્રાણ સ્થિત સિલ્વર મેક્સિમા સોસાયટી એ લોકડાઉન થી અનલોક સુધી ત્રણ વખત આવું આયોજન કરી પોતાની સામાજીક ફરજ નિભાવી રહી છે, તા.10/10/2020 શનિવાર રાત્રિનાં રોજ સોસાયટીનાં કેમ્પસમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 40 બોટલ યુનિટો એકઠી કરી હતી, સિલ્વર મેક્સિમા પ્રમુખ જીતુભાઈ બલર, શૈલેષભાઈ જાદવાણી અને સોસાયટીનાં સક્રિય સભ્યો દ્વારા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રનાં સહકારથી આ શિબિર યોજાય હતી, છેલ્લા 13 વર્ષથી દરરોજ નિયમિતપણે મિનીબજાર સરદાર સાહેબના સ્ટેચ્યુની સાફસફાઈ સાથે ફુલહાર ચઢાવનાર દયાનંદભાઈ પાંડેનું સન્માન કરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં મહાનુભાવો મેયરશ્રી જગદીશભાઈ બલર, ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, વોર્ડ નં 2 ઉર્વશીબેન માળી, પુર્વ કોર્પોરેટર અરવિંદભાઈ ગોયાણી, સુરત શહેર મહામંત્રી દામજીભાઈ માવાણી, ગણપતભાઈ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા.


