શ્રી ગઢડા (સ્વામિના.) તાલુકા સમસ્ત પટેલ સમાજ – સુરત યુવા સંગઠન દ્વારા આયોજિત GTPPL 2.0 ક્રિકેટ ટુર્નામેન્ટમાં નીલકંઠ રાઈઝર વિજેતા
ગઢડા એટલે લોકોને ઉત્તમ ભક્તિ રસપાન કરાવનાર, કુરિવાજો સામે લડત આપનાર, ઈશ્વરની ભક્તિ અને દિન દુખીયાઓની સેવા કરનાર, માર્ગ ભુલેલાને ઈશ્વર ભક્તિ માર્ગ બતાવનાર એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ, શ્રી ગઢડા (સ્વા.) તાલુકા સમસ્ત પટેલ સમાજ એ ગઢડા તાલુકાના (જી.બોટાદ) 56 ગામોના વતની એવા સુરતમાં વસતા પટેલ પરિવારોનું સંગઠન છે આ તાલુકાનાં યુવાનો એકબીજાને મળે એકબીજાને ઓળખે અને ભાઈચારો વધે, તમામ સભ્યોના સંપ-સહકાર તથા સમજણ અને પારિવારિક ભાવનાથી એકબીજાના સહકારથી સર્વાંગી વિકાસ થાય અને તાલુકાનું સંગઠન મજબૂત બને તેવા શુભ હેતુ અને તાલુકાનાં વડીલોના માર્ગદર્શન થી યુવા
ચંદ્રકાન્ત ગાબાણી, નિકુંજ ગઢિયા, વિશાલ મોરડીયા, ઋત્વિક કાનાણી અને ટીમે સાથે મળીને ગઢડા તાલુકા પટેલ પ્રિમિયર લીગ GTPPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, ત્રણ દિવસીય ચાલેલી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો જેમાં લક્ષ્મી ચેલેન્જર્સ અને નીલકંઠ રાઈઝર વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો જેમાં નીલકંઠ રાઈઝર ટીમ વિજેતા બની હતી.

