આજરોજ તા. 11-4-2021, રવિવારે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, ભાવનગર ખાતે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ સેવક શ્રી ગગજી સુતરીયા સાહેબે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંસ્થાના વાઇઝ ચેરમેન શ્રી રમેશભાઈ મેંદપરા , સેક્રેટરીશ્રી બી.પી.જાગાણી સાહેબ , ટ્રેઝરરશ્રી બટુકભાઈ માંગુકીયા, CEO એમ.જી.માણીયા સાહેબ, તેમજ ડાયરેક્ટરશ્રી જીજ્ઞેશભાઈ ગાબાણી સાથે સંસ્થાની સ્થિતિ, ગતિ, પ્રગતિ અંગેનો અહેવાલ મેળવ્યો અને આવતા દિવસોમાં સંસ્થાને ભાવનગર અને ગુજરાત ક્ષેત્રે શ્રેષ્ઠ સંકુલ બનાવવા અંગે ગોષ્ઠી કરી ત્યારબાદ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે હમણાં જ નવી ખરીદેલ જમીનની મુલાકાત લીધી. અંતમાં પ્રમુખ સેવકશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો અને સંસ્થા સાથે જોડાયેલ તમામ ટ્રસ્ટીશ્રીઓ, વહીવટકર્તાશ્રીઓને શુભેચ્છા પાઠવી હતી.

