Jan Jagruti work Social Work Surat news

સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)-2022 ના સુરત ખાતેના ભવ્ય શુભારંભ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સરદારધામ નિર્માણનો લેવાયો સંકલ્પ.

ઉત્તમ તક થકી અતિઉત્તમ ભવિષ્ય તરફ હરણફાળ ભરવાનો સૌથી શ્રેષ્ઠ મુકામ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. GPBS 2018 અને 2020 ની અભૂતપુર્વ સફળતા બાદ સરદારધામ દ્વારા GPBS -2022નું 26/27/28 ફેબ્રુઆરીમાં સુરત ખાતે આયોજન થવા જઇ રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના વિસ્તરણનો છે. જેમાં એક જ પ્લેટફોર્મ પર નાનાથી માંડીને મોટા બિઝનેસમેન પોતાની પ્રોડકટનું બ્રાંન્ડીંગ, માર્કેટીંગ, લોન્ચીંગ કરીને પોતાના બિઝનેસને ઉડવા માટે પાંખો ને વિસ્તરવા માટે ખુલ્લું આકાશ આપી શકે છે.

આ સમિટમાં યુવાઓના માર્ગદર્શન માટે અનેક પ્રેક્ટીકલ અને પ્રોફેશનલ વક્તાઓ દ્વારા વક્તવ્ય અપાશે. ઉપરાંત આજના તૈયાર થઇ રહેલા યુવાનોને આવનારા વર્ષોનું વિઝન અને ચોકક્સ રીઝન આપશે. આ સમિટમાં ખાસ નોંધનીય બાબત એ હશે કે, આમાં ન ફક્ત મોટા બિઝનેસ પરંતુ જમીન સાથે જોડાયેલા ઉદ્યોગો જેવા કે કૃષિ, ડેરી અને મહિલા ઉદ્યોગ માટે પણ અહી સ્થાન હશે. એટલું જ નહી તેમનો 50% ના આકર્ષક ડીસ્કાઉન્ટથી સ્ટોલ બુક કરવામાં આવશે. આ સમિટમાં 950+ સ્ટોલસ અને 12 કરતા વધારે ડોમ હશે. જેમાં ડાયમંડ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, એન્જીનીયરીંગ, ઓટૌમોબાઇલ, કેમીકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પેટ્રો-કેમિકલ, એગ્રો, ઇલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ, શીપીંગ, સર્વિસ સેક્ટર, હેલ્થ કેર, સોલાર પાવર ઉપરાંત અને અનેક બિઝનેસ સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. GPBS 2018 અને 2020 ની જેમ આ સમીટમાં પણ પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ વિજેતાઓની માહિતી સભર કોફીટેબલ બુક બહાર પાડવામાં આવશે. આ વખતે પણ બહોળા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેશે એવું અનુમાન છે.

આ સમિટનો ગ્રાન્ડ લોન્ચીંગ કાર્યક્રમ સુરત, સરસાણા કન્વેશન સેન્ટરના પ્લેટીમન હૉલમાં યોજાયો હતો. જેમાં મોટા પ્રમાણમાં બિઝનેસમેનો એ હાજરી આપી હતી. સરદારધામ પ્રમુખસેવક ગગજી સુતરીયાએ જણાવ્યું કે, સરદારધામના લક્ષબિંદુમાંના એક લક્ષબિંદુ એવા GPBS અને GPBO યુવાશક્તિના સર્વાગી વિકાસનું એક આર્થિક ઐતિહાસિક અભિયાન છે. જ્યાં નાનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈને પરસ્પર વેપાર-ઉદ્યોગ કરશે. સ્ત્રીશક્તિકરણના ભાગ રૂપે આ સમીટમાં નાના મોટા ઉદ્યોગો કરતી મહિલાઓને 50% ડીસ્કાઉન્ટ દરે અલગ ડોમ ફાળવવામાં આવશે. તેમજ સામાજિક સમરસતાને ભાગ રૂપે 10% સ્ટોલ સર્વ સમાજ માટે ફાળવવામાં આવશે. તેમણે લોકોને આ સમીટમાં સ્પોન્સર, સ્ટોલધારક, ડેલીગેટ તરીકે જોડાવવા આહવાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતના અગ્રણી બિઝનેસમેનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોનના GPBS, GPBO તેમજ યુવા તેજ-તેજ્સ્વીનીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સરસાણા ખાતે યોજાનાર GPBS 2022 એ દક્ષિણ ગુજરાતમાં યોજાનાર અત્યાર સુધીનું સૌથી વધુ સેક્ટરને આવરી લેતું અને સૌથી વિશાળ જગ્યામાં આયોજિત થનાર અને પ્રથમ સૌથી વિશાળ એક્ઝિબિશન બની રહેશે.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સરદારધામ પ્રમુખસેવક ગગજી સુતરીયા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં સુરતના અનેક અગ્રણીઓ અને સામાજીક વડાઓની ઉપસ્થિતીમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર બાદ હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો. સરદારધામ દક્ષિણ ગુજરાતના ફેઝ 1માં 300 કરોડના ખર્ચે GPSC UPSC તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ સહિતના યુવાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા કાર્યો માટેના ભવનનું નિર્માણ કરાશે અને અને ફેઝ 2 માં બાળભવનથી ઉચ્ચ શિક્ષણના ભવનો નિર્માણ પામશે. આમ સમાજના બાળકોનું પ્રાથમિક અભ્યાસથી તેના લક્ષ્ય સુધીનું ઘડતર સરદારધામ દક્ષિણ ગુજરાતમાં શક્ય બનશે. જેનો લાભ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જીલ્લા અને ગ્રામ્યનાં હજારો વિદ્યાર્થીઓને થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *