સેવા સંસ્થા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તેમજ વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચલાવતા વિવિધ કોવિડ આઈસોલેશન સેન્ટરોમાં આજ રોજ રામનવમીની થઈ ભાવપૂર્ણ ઉજવણી.
નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા.

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પ્રાથમિક સારવાર આપતા કોવિડ આઈસોલેશન સેન્ટરોમાં આજ રોજ શ્રી રામનવમી અને શ્રી હરી જયંતી નિમિતે ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી ધનશ્યામ મહારાજની આરતી ઉતારી જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં સંચાલકો, સ્વયંસેવકો, દર્દીઓ તેમજ દર્દીઓના સગા-સંબધીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં સેવા સંસ્થા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તેમજ વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચલાવતા નવ કોવિડ આઈસોલેશન સેન્ટરોમાં રોજે રોજ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. દાતાઓનાં દાન થી, ડોક્ટરોના સહયોગ અને સ્વયંસેવકોનાં સહકારથી આ ઉમદા કાર્ય થઈ રહ્યું છે, આ સેન્ટરોનાં સકારાત્મક વાતાવરણમાં વધુમાં વધુ દર્દીઓ સાજા થઈ ને ઘરે જઈ રહ્યા છે. આ સેન્ટરોમાં એરોબિક્સ, ગરબા, ડાયરો, હાસ્ય કલાકારો દ્વારા લાઈવ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરેક આઇસોલેશન સેન્ટરોમાં સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર , એનર્જી ડ્રિન્ક, કોરોનાની સારવાર માટે ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ, નર્સિંગ સ્ટાફ, કોવિડ રિપોર્ટ, કોરોના રસીકરણ કેન્દ્ર, ઉપરાંત કોરોનાનાં દર્દીઓ તણાવમુક્ત થાય તે માટે રોજે રોજ અલગ અલગ કાર્યક્રમો એલઇડી સ્ક્રીન દ્વારા યોજીને મોટીવેટ કરવામાં આવે છે. આવી અનેકો અનેક સુવિધાઓ દર્દીઓને વિનામુલ્યે ઉપલબ્ધ કરાવાય છે.




More news : www.ngofatafatnews.com