Educational help Jan Jagruti work Seva Social Work

ગૃહઉદ્યોગ કરતી મહિલાઓને પ્લેટફોર્મ, જરૂરિયાતમંદ મહિલાઓને વિનામુલ્યે સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ, વિનામુલ્યે સ્ટોલ તેમજ બાળકોની સાથે વડીલો દ્વારા ફેશન શો…આ બધું યોજાશે એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશનમાં.

*ગૃહઉદ્યોગ કરતી મહિલાઓને પ્લેટફોર્મ, જરૂરિયાતમંદ મહિલાઓને વિનામુલ્યે સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ, વિનામુલ્યે સ્ટોલ તેમજ બાળકોની સાથે વડીલો દ્વારા ફેશન શો…આ બધું યોજાશે એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશનમાં*

સ્ત્રી સશક્તિકરણનાં ભાગરૂપે ગૃહઉદ્યોગ કરતી મહિલાઓનાં ઉત્પાદનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ એમની પ્રોડક્ટ જેમ કે ફૂડ, આર્ટ, ક્રાફટ & હેન્ડલુમ, નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસ, ગામઠી અને એવી બીજી અનેક અવનવી વસ્તુઓનું બ્રાન્ડિંગ-માર્કેટિંગ થાય એવા ઉમદા હેતુથી 150 વિનામૂલ્યે સ્ટોલ ફાળવી ને મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશન દ્વારા ખુબ સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એક્ઝિબિશન તા. 25 અને 26 સપ્ટેમ્બર, શનિ અને રવિવારે સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે યોજાશે. વધુ માહિતી આપતા આ સંસ્થાઓ સાથે જોડાયેલા કપિલભાઈ દિયોરા એ જણાવ્યું હતું કે ગયા મહિને આ ટાઈપનું પહેલું એક્ઝિબિશન મિનિબજાર ખાતે યોજાયું હતું. જેને ખુબ સફળતા મળી હતી. જેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં રક્તની અછતનાં માંગને પહોંચી વળવા મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કાર્યક્રમ સ્થળે કરવામાં આવ્યું છે. સાથે – સાથે 10 વર્ષની અંદરની દીકરીઓ, 25 વર્ષ અંદરના બાળકો અને 50 વર્ષ ઉપરનાં વયસ્કોની સાથે દાદા દાદી ભાગ લઈ શકે એ હેતુથી દરેક પેઢીના લોકોને જોડતા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે મહિલાઓનાં કૌશલ્યમાં વધારો થાય એ હેતુસર હોમ મેઇડ કેક, કુકિંગ કલાસ, તાવડી પેઇન્ટિંગ, આર્ટ પેઇન્ટિંગ, વુડન ડેકોરેશન, ગિફ્ટ પાઉચ ડેકોરેશન વિનામૂલ્યે શિખવવામાં આવશે. તેની સાથે
જરૂરિયાતમંદ તેજસ્વી મહિલાઓમાં રહેલા તેજ ને યોગ્ય પ્લેટફોર્મ મળે એ હેતુથી વિનામુલ્યે સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ શીખવવામાં આવશે. જેમાં બ્યુટી પાર્લર કોર્સ, ડ્રોઈંગ કોર્સ, સિવણ કલાસ, મહેંદી કલાસ, ખાટલી વર્ક, હેન્ડવર્ક, કોમ્યુટર એજ્યુકેશન, ડિજિટલ માર્કેટિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઈંગ્લીશ સ્પીકિંગ કલાસ નો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશનનો ખર્ચ દાતાઓ અને સ્પોન્સરો દ્વારા પૂરો પાડવામાં આવશે. ત્રણે સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્યને પ્રોત્સાહન આપવા પરિવાર અને મિત્ર મંડળ સાથે પધારવા અપીલ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *