Jan Jagruti work Seva Social Work

પત્નીની પ્રથમ પુણ્યતિથિએ પતિ દ્વારા રક્તદાન શિબિરમાં 61 બ્લડયુનિટ એકઠું કરાયું.

*પત્નીની પ્રથમ પુણ્યતિથિએ પતિ દ્વારા રક્તદાન શિબિરમાં 61 બ્લડયુનિટ એકઠું કરાયું*

આજનાં સમયે સંબંધો જ્યારે વામણા બની રહ્યા છે, પતિ પત્ની વિશેનાં જોક્સ દ્વારા હસી મજાક થઈ રહી છે ત્યારે સંબંધને સાચી રાહ બતાવી સેવાકીય કાર્ય દ્વારા લાગણીઓ પણ પ્રગટ થઈ રહી છે, સુરત શહેરમાં સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પાસ્ટ પ્રેસિડેન્ટ રો. કિશોર બલરનાં પત્ની સ્વ.ગીતાબેન નું અવસાન એક વર્ષ પહેલા થયું હતું એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બલર પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય હતી. વર્તમાન પરિસ્થિતિમાં બ્લડ બેન્કમાં રક્તની જરૂરિયાત વધતાં એક વર્ષ પૂર્વે અવસાન પામેલા સ્વ. ગીતાબેન બલર ને શ્રદ્ધાંજલિ આપવા બલર પરિવાર (નાની રાજસ્થાળી)ના મોભી માધવજીભાઈ હરિભાઈ બલર તથા માતૃશ્રી અંબાબેન માધવજીભાઈ બલર ના આશીર્વચન અને સંસ્કારને અનુસરી પ્રવિણભાઇ,કિશોરભાઈ,દિપકભાઇ,ભરતભાઇ તથા અન્ય પૌત્રો પુત્રીઓ એ સમાજમાં રક્ત ની જરૂરિયાતને પૂર્ણ કરવા રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા 61 બોટલ રક્ત એકત્ર કરવા પરિવારના કુટુંબીજનો, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના સભ્યો,મિત્રો તથા શિવાલિક સોસાયટીનાં સભ્યોએ રક્તદાન કરી સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *