*ઉગતા પરોઢિયે દર્દીનારાયણને નાસ્તો-ફ્રૂટ્સ આપી એમના ચહેરા પર મુસ્કાન લાવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ..*
સુરત શહેરમાં જ્યારે દરેક સંસ્થાઓ એકઠી થઈને ઉત્તમ પ્રકારનું સેવાકીય કાર્ય કરી રહી છે. ત્યારે સુરત શહેરમાં સેવાકીય ક્ષેત્રે બ્રાન્ડનેમ ગણાતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પણ પોતાની ઓળખાણ મુજબ ભૂખ્યાને ભોજન પહોંચાડે છે. સુરત શહેરમાં આવી પડેલી આપત્તિના સમયે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતનાં સહકારથી ચાલતા આઈસોલેશન સેન્ટરો પર મુસ્કાન કામધેનુ મહિલા મંડળ-સુરત દ્વારા સૌથી મોટી જવાબદારી મધરાત્રે જાગીને 50 થી વધારે સ્વયંસેવકો એકઠા થઈ સવારના 8 વાગ્યા પહેલા ફાઈવસ્ટાર હોટલ કરતા પણ સુંદર અને સાત્વિક જુદા જુદા પ્રકારનો રોજ અલગ અલગ નાસ્તો બનાવી સાથે સાથે ફ્રૂટ્સનું વિતરણ આઈસોલેશન સેન્ટર પર કરાય છે. જેમાં સોમવારે ભડખુ, મંગળવારે ઉપમા, બુધવારે રવો, ગુરુવારે થેપલા, શુક્રવારે સેવ ખમણી, શનિવારે બટાકા પૌવા, રવિવારે ઈડલી સાથે સાથે સમયાનુસાર અલગ અલગ ફ્રૂટ્સનું વિતરણ કરાય છે. આવી તમામ પ્રકારની સેવા સાથે મોટા વરાછા ચાલતા આઈસોલેશન વોર્ડમાં 15 થી વધારે સભ્યો રાત્રી દરમિયાન પોતાની સેવા બજાવી રહ્યા છે. આ સમયે આવી સેવા આપી સંસ્થાએ પોતાનું સાચું કર્તવ્ય પ્રદાન કર્યું છે. જ્યાં સુધી શહેરમાં મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ કાર્યરત છે ત્યાં સુધી સુરત પર આવતી કોઈપણ પ્રકારની આપત્તિનાં સમયે જરૂરીયાતમંદ લોકોને ભોજનની ક્યારેય પણ તકલીફ નહીં પડે તેવું લાગી રહ્યું છે. સુરત શહેરનાં ઇતિહાસમાં મુસ્કાન નું નામ હંમેશા આગવું રહેશે. આ સંસ્થાનાં મેનેજમેન્ટ કર્તા રાકેશભાઈ દાઢી દ્વારા આ ટ્રસ્ટનું ખુબ સુંદર રીતે સરાહનીય કાર્ય થઈ રહ્યું છે.