મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય ફ્રી કોરોના વેકસીન કેમ્પનું થયું આયોજન
કોરોના વાયરસ સામે રક્ષણાત્મકતા મેળવવા માટે સુરત મહાનગર પાલિકાનાં સહયોગથી મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત મુસ્કાન કામધેનુ મહિલા મંડળ સુરત અને મુસ્કાન યંગસ્ટર ગ્રુપ આયોજીત ત્રણ દિવસીય ફ્રી કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન સરસ્વતી વિદ્યાલય એ.કે. રોડ સુરત મુકામે કરવામાં આવ્યું છે રવિવાર સુધી ચાલનાર આ કેમ્પમાં આજે 160 સભ્યોએ લાભ લીધો હતો.


