જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર વધુ સારી મુસ્કાન આવે એ હેતુથી નવા વિચાર અને નવા સંકલ્પ સાથે માનવતાનાં સેવાકીય કાર્યમાં સદાય સક્રિય અને જરૂરમંદોનાં જીવનમાં મુસ્કાન માટે નિમિત્તરૂપ બનતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોદ્દેદારોમાં નવી ટીમની નિયુક્તિ કરવામાં આવી છે, જે સમય સાથે ચાલી સમય અનુસાર માનવસેવા માટે સંકલ્પિત અને કટિબદ્ધ છે. લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે હોદ્દેદારોની યોજાયેલી મિટિંગમાં સેવાકીય કાર્યોનાં અલગ અલગ વિભાગોમાં સંસ્થા દ્વારા મુખ્ય 35 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે.


