900 શ્રમજીવી સભ્યોને પાવભાજી ખવડાવી મુસ્કાન તરફથી 31મી ડિસેમ્બરની ઉજવણી કરાય.
લોકો જ્યારે મોજશોખ કરીને 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે ત્યારે સામાજીક સેવામાં સક્રિય મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષાન્તે અર્થાત 31મી ડિસેમ્બરની ઉજવણી અબ્રામા મજુર કોલોની ખાતે 900 શ્રમજીવી સભ્યો અને એમના પરિવારજનોને પાવભાજી ખવડાવીને કરવામાં આવી હતી.

