Social Work

સુરત થી સૌરાષ્ટ્ર આવેલ તબીબી સભ્યોએ જુનાગઢ જિલ્લામાં ચાલતા આઈસોલેશન સેન્ટરોમાં જઈ સેવા આપી.

*સુરત થી સૌરાષ્ટ્ર આવેલ તબીબી સભ્યોએ જુનાગઢ જિલ્લામાં ચાલતા આઈસોલેશન સેન્ટરોમાં જઈ સેવા આપી*

સેવા સંસ્થા સુરત દ્વારા વતન ને વ્હારે અભિયાનમાં તબીબી ડોક્ટર સભ્યોએ બે વિભાગમાં ટીમ વહેંચણી કરી જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ચાલતા તમામ આઈસોલેશન વોર્ડમાં વ્યક્તિગત પહોંચી કોરોના થી સંક્રમિત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર આપવાના પ્રયત્નો કર્યા હતા, જૂનાગઢ એ સંત શુરા અને સાવજની ભૂમિ છે અહીંયા ગિરનાર પર્વત અડીખમ છે અહિયાનાં માનવી આવા જ મનથી મક્કમ અને દિલે દાતારી ધરાવે છે, ત્યારે ત્યાંના માનવીઓએ એક સુંદર મજાનું દર્દીની જરૂરિયાત મુજબ જુદી જુદી જગ્યાએ આઈસોલેશન વોર્ડ બનાવ્યા છે .

જેમાં મોટા કોટડા, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, પટેલ સમાજની વાડી ભેંસાણ, ડ્રિમલેન્ડ સ્કૂલ રાણપરી, લેઉવા પટેલ સમાજ-સાંખડાવદર, શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર, તાલાલા ગીર વિસ્તારોનાં કોવિડ આયસોલેશન સેન્ટરોમાં દર્દીઓની તાપસ, દવાઓ સાથે જરૂરી માર્ગદર્શન અને ત્યાંના કાર્યરત સ્ટાફને સારવાર માટે તાલિમ આપી માસ્ક, સેનેટાઇઝર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી દર્દીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી ઉત્તમ પ્રકારની સુવિધા પૂરી પડી રહે તેવા કાર્યો માટે પ્રયત્નો કરાયા હતા વધુમાં સુરત શહેરનાં ભાવેશભાઈ રફાળીયા દ્વારા આ તમામ આઇસોલેશન ની રૂબરૂ મુલાકાત કરી અહીં થઈ રહેલા કાર્યો ની વિશેષ માહિતઓ આપી હતી, જૂનાગઢનાં મોટી મોણપરીનાં વતની પંકજભાઈ સિદ્ધપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામનાં આજુબાજુનાં 65 ગામડાઓને એક સાથે લઈ સંપૂર્ણ કોવિડ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં જરૂરી દવાઓ સમયાંતરે નાસ્તો ભોજન દર્દીઓને લાવવા લઈ જવા માટે એમ્બ્યુલન્સ તેમજ ફ્રૂટ્સ અને MD ફિઝિશિયન લેવલનાં ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ પેરામેડિકલ નર્સિંગ સ્ટાફ જેવી જરૂરિયાત ગણાતી સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે,

ગ્રામજનોનાં જુદા જુદા ગ્રુપ બનાવી યોગ્ય જવાબદારી સાથે લોકોને કાર્યરત કરાશે આમ એક ઉત્તમ પ્રકારની આ વિસ્તારને કોરોનાનાં દર્દીઓ માટે વિશેષ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવશે, અહીં આજરોજ ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. રોનકભાઈ વઘાસિયા ની સાથે સેવા સંસ્થાનાં પ્રમુખસ્થાને મહેશભાઈ સવાણી તેમજ મારુતિ વીર જવાન યુવા ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ભિકડિયા, પ્રદિપભાઈ લખાણી, જીતુભાઈ શેલડીયા, નિલેશભાઈ ઘેવરિયા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *