*મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા રાહતસામગ્રી સૌરાષ્ટ્ર તરફ રવાના*
રાષ્ટ્ર પર આવતી દરેક આપત્તિનાં સમયે જે સંકટમોચન બની લોકહિતનાં કાર્યો કરે છે ત્યારે સૌરાષ્ટ્રમાં તાઉ-તે ની વિનાશ અને નુકસાનકારક વાવાઝોડાની અસરથી દરિયાઈ કાંઠા વિસ્તારનાં ગામોમાં લોકોનાં રોજિંદા જીવનમાં થઈ છે અને ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ અસ્તવ્યસ્ત થઈ છે ત્યારે સુરત શહેરની મારુતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમ અંદાજીત 5 લાખથી વધુ રોકડ રકમની ખાદ્યવસ્તુઓ લઈ બાળકોના નાસ્તા સાથે 2 ટેમ્પો અને ચાર ફોરવીલ ગાડી સાથે યુવા ટીમનાં સભ્યો આજરોજ સુરત થી સૌરાષ્ટ્ર રવાના થયા છે ત્યાંના વધુ નુકશાનકારક ગામડાઓમાં આ મદદ પુરી પડાશે.