દેશપ્રેમ અને ઉમર ની સાથે કાંઈ લાગતું વળગતું નથી એનો જીવતો જાગતો દાખલો સુરત માં જોવા મળ્યો છે, અત્યાર સુધી આપણે ફાળો આપતા કિશોર અને પુખ્ત વય ના વ્યક્તિઓ ને જોયા છે પરંતુ આજે 5 સભ્યોના આખા પરિવારે રોજની બચતનો ગલ્લો જેનું વજન અંદાજીત 15 કિલો જેટલું છે, આ ગલ્લો નિલ અરુણભાઈ પટેલે શહીદ પરિવારો ની મદદ માટે સંકલ્પીત અને કટિબદ્ધ સંસ્થા મારુતિ વીર જવાન ટ્રસ્ટનાં કરુનેશભાઈ રાણપરિયા ને અર્પણ કર્યો હતો
