*સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી*
સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ અંતર્ગત પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં હોસ્ટેલ પ્રોજેકટ, GPSC-UPSC (સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર) , GPBO, GPBS, યુવા તેજ- તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે. સરદારધામ સુરત કાર્યાલય ખાતે 74 મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. પૂર્વ શિક્ષણમંત્રી અને સરદારધામ દ.ગુ. ઉપપ્રમુખશ્રી નાનુભાઈ વાનાણી દ્વારા ધ્વજવંદન થયું હતું.
ટિમ સરદારધામ અને સમગ્ર ટ્રસ્ટીગણ આમંત્રિત આ કાર્યક્રમનું આયોજન યુવા તેજ તેજસ્વીની સંગઠન દ્વારા થયું હતું.