Social Work

દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ

દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ.

 

સુરત શહેરમાં માનવતાની તો શું વાત કરવી ? જ્યારે લોકો આ મહામારીમાં પોતાના સ્વાર્થ માટે મરતા માણસની જરૂરિયાતને પૈસાથી તોલે છે ત્યારે સુરત શહેરનાં 4 મિત્રો દ્વારા અલ્પેશ વઘાસિયા, કમલેશ ધામેલીયા, મયુર હરકાણી અને દર્શિત કોરાટ સાથે મળી આજનાં યુગમાં આલ્કલાઇન આયોનાઈઝ્ડ પાણીથી આઈસોલેટેડ થયેલ દર્દીઓને જલ્દી રીકવરી આવતુ હોવાના પરીણામો જોતા તાપી THL ગ્રુપ દ્વારા સામાજીક સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલ આઈસોલેશન સેન્ટરો સુધી નિશુલ્ક પાણી પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. સેવા સંસ્થાનાં માધ્યમ દ્વારા ચાલતા આયસોલેશન સેન્ટરો પર જરૂરિયાત મુજબનાં દર્દીઓ માટે આ આલ્કલાઇન પાણી ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે આ પ્રકારનું કાર્ય કરી ખરેખર માનવ જીવનને બચાવવા માટે પોતાની પાસે રહેલું કોઈપણ પ્રકારનું યોગદાન આપી સેવા પૂરી પાડી શકાય છે તેમનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *