મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા એક્ઝીબીટર્સ એવોર્ડ અને સન્માન સમારોહ યોજાયો.
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવાર નવાર મહિલાઓ દ્વારા નિર્મિત ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. ગં.સ્વ બહેનો અને પિતા વિહોણી દીકરીઓનાં વ્યવસાયને પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહેનો દ્વારા નિર્મિત હેન્ડીક્રાફટ, રેડીમેડ કપડા તેમજ ગૃહઉદ્યોગની વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ એક્ઝિબિશનમાં જે પણ એક્ઝીબીટરોએ ભાગ લીધો હોય અથવા તો બીજે કોઈ એક્ઝિબિશનમાં ભાગ લીધા બાદ મુસ્કાન એક્ઝિબિશનમાં જોડાયા હોય જયાં તેમને નવું માર્ગદર્શન અને નવી પ્રેરણા મળતા પોતાના ધંધામાં વિશેષ સફળતા મેળવી હોય તેવા એક્ઝીબીટરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભોજન બાદ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુસ્કાન કામધેનુ મહિલા મંડળ અને મુસ્કાન યંગસ્ટર ગ્રુપનો ખુબ સહયોગ પ્રાપ્ત થયો હતો.