Jan Jagruti work

ડેન્ગ્યુ તાવથી ડરવાની જરૂર નથી! જાણો અહીં અમુક સાવચેતીરૂપી પગલાઓ

ડેન્ગ્યુ તાવથી ડરવાની જરૂર નથી! જાણો અહીં અમુક સાવચેતીરૂપી પગલાઓ :-

ડો. પૂર્વેશ ઢાકેચા ( ઇન્ડિયા હેલ્થલાઇન )

ગુજરાત અને દેશમાં બીજા પ્રદેશમાં આજે ડેન્ગ્યુ એક ભયંકર રીતે પ્રસરી રહયો છે. અને કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યારે એક સામાન્ય માણસે આ બીમારી વિશે સાચી જાણકારી હોવી ખુબ જ જરૂરી છે માટે ડેન્ગ્યુ વિશે સાચી જાણકારી મેળવીએ અને સમાજમાં આ બાબતે જાગૃતિ ફેલાવીએ.

(૧) શું ડેન્ગ્યુ ચેપી બીમારી છે?
ના, ડેન્ગ્યુ એ મેલેરિયાની જેમજ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ વાઇરસના ટ્રાન્સમિશનથી માણસના શરીરમાં ફેલાય છે.

(૨) ડેન્ગ્યુના મચ્છર ક્યારે અને ક્યાં કરડે?
એડીસ મચ્છર મોટાભાગે દિવસના સમયમાં અને હાથની કોણી અને પગના ઘૂંટણના નીચેના ભાગે કરડે છે.

3) મચ્છર ન કરડે તે માટે શું કરી શકાય?
-આખી બાયના અને શરીર પૂરેપૂરું ઢંકાય એવા કપડાં પહેરો. તેમ જ, મચ્છર કરડે નહીં એવી ક્રીમ શરીર પાર લગાવો. ખરું કે મચ્છર દિવસના કોઈ પણ સમયે કરડે એવી શક્યતા રહેલી છે. પણ ખાસ કરીને સૂર્ય ઉગતા પહેલા બે કલાક કરડવાની શક્યતા વધારે રહેલી છે. તમે જ મચ્છર દૂર રાખવા મચ્છરદાની પાર દવા છાંટીને સુવાની વધારે રક્ષણ મળે છે.

(4) ડેન્ગ્યુ મચ્છર ક્યાં પ્રકારના વાતાવરણમાં અને પાણીમાં જોવા મળે?
એડીસ મચ્છરનું બ્રીડીંગ માટેનો સારો સમય ભારત દેશમાં ઓગસ્ટથી ઓક્ટો-નવે સુધીનો છે. શિયાળામાં ૧૬* તાપમાનથી નીચેના તાપમાને તેનું બ્રીડીંગ થતું નથી.

(5) તાવના લક્ષણો ડેન્ગ્યુના છે એ કેવી રીતે જાણી શકાય?

 • સામાન્ય રીતે મચ્છર કરડ્યા પછી ૪ થી ૧૫ દિવસમાં આ બીમારીના લક્ષણો દેખાય છે.
 • તાવ આવવો (જે સામાન્ય પેરાસીટેમોલની દવાથી કંટ્રોલ ના આવે)
 • શરીર દુખાવા, મસલ્સ દુખાવા, સખત માથાનો દુખાવો થવો.
 • શરીર પાર લાલાશ પડતા ચામઠા નીકળવા – જે જે ફોલ્લીઓ હોતી નથી.
 • સામાન્ય રીતે પ્રથમ ચાર-છ દિવસ તાવ રહે છે.
 • તાવના છેલ્લા સ્પાઇક પછીના ૪૮ કલાક ડેન્ગ્યુના પ્લાઝ્મા લીકેઝ થાય છે. આ સમયમાં ખુબ જ સાવચેત રહેવાનું હોઈ છે.
 • ૭-૧૦ દિવસ એ બીમારીમાં સારો થવાનો સમય છે.
 • આમ ડેન્ગ્યુ એ ૧૦ દિવસની બીમારી છે પરંતુ કેટલીક વાર લાંબો સમય પણ લઈ લે છે.
 • મુખ્યત્વે તેમાં પ્રવાહીના નોર્મલ સલાઈન, આર.એલ. જેવા મેડિકલ પ્રવાહી આપવામાં આવે છે.
 • જો પેશન્ટની સ્થિતિ સારી હોઈ તો ઘરે જ ઓર્સનું પાણી, લીંબુ સરબત, છાશ, દહીં વગેરે ૩-૪ લીટર જેટલું રોજ આપવું જોઈએ.
 • રોજ દિવસમાં એક વાર ડૉક્ટરની સલાહ મુજબ ચેક-અપ કરવું જોઈએ.
 • તમારા ડોક્ટરે જણાવેલ ગંભીર ચિન્હો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ, અને સમયસર સારવાર લેવી જોઈએ.

(6) પપૈયાના પાન, કીવી, ડ્રેગન ફ્રૂટથી ડેન્ગ્યુ સારું કરી શકાય?

આ બધી ખોટી માન્યતા છે, આવી કોઈ વૈજ્ઞાનિક ઢબે સાબિતી થઇ નથી. કેટલીક કંપનીઓ આવી દવાઓનો કાંઈ રોલ નથી. આવી ભ્રામક વૉટ્સઅપ મેસેજ અને સોસીયલ મીડિયા ઘણા દર્દીઓ ડોક્ટર પાસે ન જતા ક્યારેક ગંભીર બને છે.

આજની તારીખમાં પણ ડેન્ગ્યુ માટે અસરકારક દવા ડૉક્ટર શોધી શક્યાં નથી. તેમ છતાં મૉટે ઘરે પૂરતો આરામ લેવાથી અને પૂરતું પ્રવાહી પીવાથી સારું થાય જાય છે. તોપણ બરાબર ધ્યાન રાખવું જોઈએ. જેથી ડેન્ગ્યુના દર્દીને હેમોરેજિક ફીવર અથવા શૉક સિન્ડ્રોમ ન થાય. કોઈ વાર દર્દીને તાવ ઉતર્યા પછી પણ એનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. એ કઈ રીતે પારખી શકાય? પેટમાં સખત દુખાવો થાય, વારંવાર ઉલ્ટી આવે, નાક-પેઢામાંથી લોહી નીકળે, સંડાસ કાળું આવે અને ચામડીમાં લાલ-જાંબલી રંગના ફોલ્લા થાય. એ ઉપરાંત ડેન્ગ્યુ શૉક સિન્ડ્રોમા આવું થાય શકે છે: બેચેની લાગે, વધારે પડતી તરસ લાગે, ચામડી ફિક્કી અને શરીર ઠંડુ પડી જાય.

more news : www.ngofatafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *