મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું.
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ ના સંયુક્ત ઉપક્રમે એક પહેલ..એક પ્રયાસ…કાર્યક્રમ અંતર્ગત કોરોનાકાળમાં જે મહિલાઓ હીંમત અને પ્રતિભાના જોરે નાના-નાના વ્યવસાયમાં આગળ વધી રહી છે તેમને યોગ્ય પ્લેટફોર્મ અને રોજગારી મળી રહે તે હેતુસર જે.જી ગાબાણી હોલ, મિનીબજાર ખાતે બે દિવસીય વિનામુલ્યે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતની આત્મનિર્ભર મહિલાઓને ૭૦ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંતરક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાખીમેલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાકાળમાં સ્વાસ્થ્યના હેતુસર મહિલાઓ દ્વારા કપૂર અને ગાયના ગોબરમાંથી બનેલી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત પ્રદર્શનમાં હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ, કપડા, રાખડીઓ અને ગૃહ ઉદ્યોગની વસ્તુઓના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
એક પહેલ..એક પ્રયાસ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ દરમિયાન મહેશભાઈ સવાણીના હસ્તે લાઈવ કુકીંગ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવાણી પરિવાર તરફથી માતા કે પિતા વગરની ૧૦૦ દિકરીઓને વિના મુલ્યે કુંકીગ શો નો લાભ મળશે. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ દાઢી અને DICF ના પ્રમુખ નિલેશભાઈ બોડકીએ જણાવ્યું હતું કે મહેનત કરીને રોજગારી મેળવતી આ તમામ મહિલાઓને પ્રોત્સાહન આપવાના હેતુસર વિનામુલ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ ને પણ વિનંતિ છે કે ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ પાસેથી વસ્તુઓ ખરીદીને તેમને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવીએ.